ખાનગી બ્રાઉઝિંગ વિશેની સામાન્ય માન્યતાઓ

ખાનગી બ્રાઉઝિંગ Firefoxની એક ઉપયોગી સુવિધા છે, પરંતુ તે જો તમે તેને આપેલી સુરક્ષા સમજો તો જ. તે તમને તમારા કમ્પ્યુટર પર Firefoxનો ઉપયોગ કરતા અન્ય લોકોની તમારી ઓનલાઇન પ્રવૃત્તિને અસ્પષ્ટ કરવામાં મદદ કરે છે, પરંતુ તમને ઓનલાઇન અદ્રશ્ય બનાવશે નહીં.

માન્યતા 1: ખાનગી બ્રાઉઝિંગ તમને ઇન્ટરનેટ પર અનામી બનાવે છે.

વાસ્તવિકતા: ખાનગી બ્રાઉઝિંગ તમારી ઓળખ અથવા પ્રવૃત્તિને ઓનલાઇન માસ્ક કરતું નથી. વેબસાઇટ્સ અને ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ હજી પણ તમારી મુલાકાત વિશેની માહિતી એકત્રિત કરી શકે છે, ભલે તમે સાઇન ઇન ન હોય. જો તમે કાર્ય પર તમારા ડિવાઇસનો ઉપયોગ કરો છો, તો તમારી કંપની તમે મુલાકાત લીધેલી વેબસાઇટ્સનું નિરીક્ષણ કરી શકશે. જો તમે ઘરે વેબ સર્ફ કરો છો, તો તમારી કેબલ કંપની (અથવા તેમના ભાગીદારો) ને તમારી બ્રાઉઝિંગ માહિતીની પ્રવેશ હોઈ શકે છે.

માન્યતા 2: ખાનગી બ્રાઉઝિંગ તમારા બ્રાઉઝિંગ પ્રવૃત્તિના બધા નિશાનને તમારા કમ્પ્યુટરથી દૂર કરે છે.

વાસ્તવિકતા: ખાનગી બ્રાઉઝિંગ તમને ખાનગી વિંડોમાં પાસવર્ડ્સ, કૂકીઝ અને બ્રાઉઝિંગ ઇતિહાસને સાચવ્યા વિના બ્રાઉઝ કરવા દે છે. જો તમે કોઈ વેબસાઇટથી ફાઇલ ડાઉનલોડ કરો છો, તો તે તમારા કમ્પ્યુટર પર રહેશે પરંતુ તે Firefoxના ડાઉનલોડ મેનેજરમાં દેખાશે નહીં. જો તમે કોઈ ખાનગી વિંડોમાં હોય ત્યારે સાઇટને બુકમાર્ક કરો છો, તો તે તમારી બુકમાર્ક સૂચિમાં રહેશે.

માન્યતા 3: ખાનગી બ્રાઉઝિંગ કોઈ બ્રાઉઝિંગ ઇતિહાસ પ્રદર્શિત કરતું નથી.

વાસ્તવિકતા: ખાનગી બ્રાઉઝિંગ, મૂળભૂત રીતે, એડ્રેસ બારમાં લખતાની સાથે મુલાકાત લીધેલી સાઇટ્સ અને બુકમાર્ક્સ બતાવશે. સામાન્ય બ્રાઉઝિંગ દરમિયાન આ પૃષ્ઠોને Firefoxમાં સાચવવામાં આવ્યા હતા. જો તમે આ સૂચનો જોવા માંગતા નથી, તો તમે તેને તમારા Firefoxમાં નાપસંદ કરી શકો છો OptionsPreferencesSettings Privacy & Security panel under Address Bar.

privacy preferences 65

માન્યતા 4: ખાનગી બ્રાઉઝિંગ તમને કીસ્ટ્રોક લોગર્સ અને સ્પાયવેરથી સુરક્ષિત કરશે.

વાસ્તવિકતા: ખાનગી બ્રાઉઝિંગ તમારા કમ્પ્યુટર પર ઇન્સ્ટોલ કરેલા malwareથી તમારું રક્ષણ કરશે નહીં. જો તમને શંકા છે કે તમારી પાસે malware છે, તેને દૂર કરવા પગલાં ભરો જેથી તેને ફરીથી થવાનું અટકાવશે.

Was this article helpful?

Please wait...

These fine people helped write this article:

Illustration of hands

Volunteer

Grow and share your expertise with others. Answer questions and improve our knowledge base.

Learn More